શિનોર તાલુકાના બરકાલ ગામે આવેલા વ્યાસપીઠ બેટમાં પૂજારી સહિત નો પરિવાર ચાલો તરફ પાણી વચ્ચે ફસાઈ ગયો હોવાથી તેઓને બચાવવા માટેની મદદ અંગે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષ મહેતાને જાણ કરવામાં આવી હતી.તેઓ દ્વારા ગઈ કાલે પુરની સ્થિતમાં બરકાલ વ્યાસપીઠ બેટમાં પૂજારી તથા પરિવારના બચાવ માટે માન. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથનજી પાસે મદદની માંગણી કરી હતી. જે અર્થે તાત્કાલિક ભારતીય સેના દ્વારા વ્યાસપીઠ બેટના પરિવારનો બચાવ કરવામાં આવ્યો અને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. તે બદલ ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા ગુજરાતના માન મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તથા સમગ્ર ભારતી સેનાના જવાનોની ટીમનો ખુબ ખુબ અભાર વ્યક્ત કર્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ