Satya Tv News

રાતોરાત પૂરના પાણી આવી જતા ગભરાટ નો માહોલ

સહાય માટેની તંત્ર પાસે માંગ.

નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં ભરૂચમાં નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે.તેમજ સહાય માટેની પણ માંગ કરી રહ્યા છે.

નર્મદા ડેમ માંથી છોડવામાં આવેલા 18 લાખ ક્યુસેક થી વધુ પાણીના કારણે જૂના ભરૃચ ના ફુરજા, ચાર રસ્તા, દાંડિયા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારો માં આવેલા મંદિરો, દુકાનો ,અને મકાનો માં પુર ના પાણી ઘુસી જતાં ભારે નુક્સાન થયું છે.એક જ રાત માં પુરના પાણી રોકેટ ગતિએ ફરી વળતા લોકો હતપ્રત બની ગયા હતા.જેના કારણે માલ સામાન ને ભારે નુક્સાન થવા પામ્યું છે. ફુરજા રોડ પર આવેલ પૌરાણિક દત્ત મંદિરમાં પણ પુરના પાણીએ ભારે તારાજી સર્જી છે.અહીંના પૂજારી ઓમ મહારાજ આટલી ઝડપી પૂરના પાણી આવી જતા ગભરાય ગયા હોવાનું જણાવી અનાજ સહિતનો સામાન બગડી ગયો હોવાનું કહી ગૌશાળામાં પણ નુક્સાન થયું હોવાનું જણાવી સરકાર પાસે સહાય માટેની માંગ કરી છે.

error: