Satya Tv News

મહિલા અનામત બિલને સંસદ દ્વારા પસાર કરાવવાનો છેલ્લો સંયુક્ત પ્રયાસ 2010માં યુપીએ સરકાર દરમિયાન થયો હતો, લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાના પગલાનો વિરોધ કરનારા કેટલાક સાંસદોને માર્શલો દ્વારા હાંકી કાઢવાની વચ્ચે રાજ્યસભાએ બિલ પસાર કર્યું હતું, પરંતુ તે લોકસભામાં અટકી ગયો. નીચલા ગૃહે તે પસાર કર્યું ન હતું.
.
મોટાપક્ષો, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે હંમેશા આ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે અન્ય નાના પક્ષો મહિલાઓ માટે 33 ટકા અનામતની અંદર પણ પછાત વર્ગમાંથી મહિલાઓને અનામત આપવાની માંગ સાથે તેનો વિરોધ કરતા રહ્યા છે. હાલમાં લોકસભામાં 78 મહિલા સાંસદ છે, જે કુલ 543ની સંખ્યાના 15 ટકાથી પણ ઓછી છે. ગયા ડિસેમ્બરમાં સરકાર દ્વારા સંસદ સાથે શેર કરવામાં આવેલા ડેટા અનુસાર રાજ્યસભામાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ લગભગ 14 ટકા છે.

મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા એટલે કે એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં એસસી, એસટી અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે 33 ટકા ક્વોટાની અંદર સબ-રિઝર્વેશનનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના જુદા જુદા મતવિસ્તારોમાં રોટેશન દ્વારા ફાળવી શકાય છે. આ સુધારા કાયદાના અમલના 15 વર્ષ બાદ મહિલાઓ માટે બેઠકોની અનામતનો અંત આવશે.

લગભગ 27 વર્ષથી પેન્ડિંગ મહિલા અનામત બિલ હવે સંસદના ટેબલ પર આવશે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્ય વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. આ મુદ્દે છેલ્લું પગલું 2010માં ભર્યું હતું, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે ખરડો પસાર કર્યો હતો અને માર્શલોએ કેટલાક સાંસદોને હાંકી કાઢ્યા હતા, જેમણે મહિલાઓ માટેના 33 ટકા ક્વોટાનો વિરોધ કર્યો હતો. જો કે લોકસભા દ્વારા બિલ પાસ ન થઇ શકવાના કારણે તેને રદ્દ કરી દેવામાં આવ્યું હતું.

જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા જશે પીએમ મોદી
નવી સંસદમાં કાર્યવાહી શરૂ થવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. બપોરે 1.15 વાગ્યે લોકસભાની અને 2.15 કલાકે રાજ્યસભાની બેઠક મળશે. સંસદના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા કામ કરશે. સોમવારે, બંને ગૃહોએ ‘બંધારણ સભાથી અત્યાર સુધીની 75 વર્ષની સંસદીય યાત્રા – સિદ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ’ વિષય પર ચર્ચા કરી હતી. આ ચર્ચા પૂર્ણ થવા પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે, આગામી બેઠક નવા સંસદ ભવનમાં થશે. બિરલાએ સોમવારે ગૃહ મુલતવી રાખ્યું હતું અને જાહેરાત કરી હતી કે ગૃહની આગામી બેઠક મંગળવારે બપોરે 1.15 વાગ્યે શરૂ થશે.

error: