Satya Tv News

સાઉથના પ્રખ્યાત અભિનેતા અને સંગીત નિર્દેશક વિજય એન્ટોની ની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. વિજય એન્ટોનીની પુત્રીનું નામ મીરા હતું, જે ચેન્નાઈની એક ખાનગી શાળામાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મીરા છેલ્લા કેટલાક દિવસોથી તણાવમાં હતી. અહેવાલ મુજબ, મીરાએ મંગળવારે ચેન્નાઈમાં પોતાના ઘરે ફાંસી લગાવી લીધી હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

વિજય એન્ટોનીની પુત્રી મીરા સવારે લગભગ 3 વાગ્યે તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. મીરા 16 વર્ષની હતી અને લાંબા સમયથી ડિપ્રેશનમાં હતી. મીરાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. દીકરીના મોતથી સમગ્ર પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

error: