અંકલેશ્વર અણદાણા ગામનાં ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અત્યારે પણ ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગામનાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વરસાદી પાણીમાં હાથમાં આવેલો કોળિયો છીનવાયો હતો. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે, એક વીઘામાં 50 થી 60 હજારનું નુકશાન થયું હતું. ગામમાં અંદાજીત ગામની 200 થી 250 વીઘાનાં પાકને નુકશાન થયું હતું. ભરૂચમાં પડેલ વરસાદ અને પાણી કેળ અને કપાસનાં પાકમાં ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા સડતર પાક નિષ્ફળ ગયો હતો.