Satya Tv News

આજે મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ભારતીય દાવ દરમિયાન પણ વરસાદમાં વિક્ષેપ પડ્યો હતો, જેના કારણે મેચને 15-15 ઓવરની કરવામાં આવી હતી.

આ મેચમાં ભારતીય મહિલા ટીમે 15 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. આ પછી, મલેશિયાની ઇનિંગ્સમાં માત્ર 2 બોલ રમ્યા બાદ ભારે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. હવે વરસાદ ન પડતાં અમ્પાયરોએ આ મેચ રદ કરી દીધી છે. વરસાદને કારણે રદ્દ થયેલી મેચ બાદ ભારતીય ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે.

આ ઐતિહાસિક મેચમાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર નથી રમી ના હતી. તેના સ્થાને સ્મૃતિ મંધાના ટીમની કેપ્ટનશીપ કરી હતી. ટીમ ઈન્ડિયા આ ગેમ્સમાં સીધી ક્વાર્ટર ફાઈનલ રમી રહી હતી. આ પ્રથમ ક્વાર્ટર ફાઈનલ છે . નવ વર્ષ બાદ એશિયન ગેમ્સમાં ક્રિકેટની વાપસી થઈ રહી છે. ક્રિકેટ છેલ્લે 2014માં એશિયન ગેમ્સમાં રમાઈ હતી પરંતુ ભારતે પોતાની ટીમ મોકલી ન હતી.

error: