અમદાવાદમાં ઈન્કમટેક્સ વિભાગની ટીમે 35થી 40 સ્થળોએ દરોડા પાડ્યા છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શહેરમાં 35થી 40 ઠેકાણાઓ પર 100થી વધુ અધિકારીઓની ટીમ ત્રાટકી છે. તપાસમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. એક સાથે 35થી 40 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય જ્વેલર્સ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો છે.
ઈન્કમટેક્સ વિભાગની ટીમો દ્વારા આંબલી રોડ ઉપર આવેલી મુખ્ય ઓફિસ પર તપાસ હાથ ધરવામાં આવી છે. તો એસજી હાઈવે પરના સિગ્નેચર-1ની સ્વાતિ ગ્રુપની ઓફિસ પર વહેલી સવારથી સર્ચ હાથ ધરાયું છે. અહીં 10 અધિકારી અને કર્મચારી સહિત 4 પોલીસકર્મીઓ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં તપાસના અંતે મોટા બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતા છે.
, અમદાવાદના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સકંજો કસાયો છે. શહેરમાં 35થી 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આશરે 100થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. આ દરોડાના અંતે મોટી માત્રામાં કાળુનાણું બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.