Satya Tv News

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામમાં પૂરની સપાટી નર્મદા નદીનું વ્રૌદ્ર સ્વરૂપ સામે મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાયા હતા.ઓરસંગ નદી તેમજ નર્મદા નદી તૂફાન ને કારણે મુખ્ય બજારોમાં એક એક માળ સુધી પાણી ભરાઈ જતા લોકો પોતાનું ઘરવખરી નું સામાન પોતાના જીવના જોખમે સ્થળાંતર કરતા જોવા મળી રહ્યા હતા ચાંદોદ આખુ જળમગ્ન બેટમાં ફેરવાઈ ગયું હતું જેના કારણે વેપારીઓ સહિત લોકોને લાખો રૂપિયા નુકસાન થવા પામ્યું હતું હાલ નર્મદાના પાણી ધીરે ધીરે ઉતરી જતા લોકો ઘરોની સાફ-સફાઈમાં લાગી ગયા હતા. જ્યારે કે ગામમાં ઊંચા ટેકરા પર રહેતા પરિવારો પીવાના પાણીના કારણે સંકટમાં હોવાની જાણ થતા ડભોઇ તાલુકા પંચાયતના માજી સદસ્ય ભાવેશભાઈ પટેલ નડાવાળા તાત્કાલિક આરોનું 6,000 લિટર પાણી પોતાની ટીમ સાથે લઈ ચાંદોદ ગામે પહોંચી ગયા હતા અને જરૂરિયાતમંદ લોકોને પાણીનું વિતરણ કરતા એક માનવતા નું ઉત્તમ કાર્ય કર્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાઝથે સત્યા ટીવી ડભોઇ

error: