Satya Tv News

ગુપ્ત માહિતી શેર કરવા માટે રચાયેલા ‘ફાઈવ આઈઝ’ ગ્રુપના ઘણા સભ્યોએ પણ કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર મુદ્દે વાત કરી હતી. કેનેડા ઉપરાંત ‘ફાઇવ આઇઝ’ ગ્રુપમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને યુકેનો સમાવેશ થાય છે. જોકે નોંધનીય છે કે, ખનગી મીડિયાના આ અહેવાલ પર હજુ સુધી અમેરિકા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

હકીકતમાં તાજેતરમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે, કેનેડામાં માર્યા ગયેલા ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોઈ શકે છે. માહિતી એ પણ સામે આવી છે કે, G20 કોન્ફરન્સ દરમિયાન ટ્રુડોએ પીએમ મોદી સાથે આ મુદ્દે વાત કરી હતી. ખાનગી મીડિયાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રુડોના કહેવા પર અન્ય દેશોના વડાઓએ PM મોદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.આ તરફ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે 21 સપ્ટેમ્બરે કહ્યું હતું કે, અમેરિકા આ ​​મુદ્દાને લઈને ભારત અને કેનેડાના સંપર્કમાં છે અને અમેરિકા આ ​​મામલે ભારતને કોઈ ‘વિશેષ છૂટ’ આપી રહ્યું નથી. તેમણે કહ્યું કે, અમેરિકા કેનેડા દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસનું સમર્થન કરે છે.

આ મુદ્દાને લઈને કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી તણાવ વધી રહ્યો છે. ભારતે કેનેડાના વિઝા અનિશ્ચિત સમય માટે સ્થગિત કર્યા છે અને કેનેડાને ભારતમાં મોકલવામાં આવેલા તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ કહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમે પશ્ચિમી દેશોને મૂંઝવણમાં મુકી દીધા છે કારણ કે કેનેડા લાંબા સમયથી તેમનું સાથી છે, જ્યારે આ દેશો ચીનના વર્ચસ્વનો સામનો કરવા માટે ભારતને સાથે સંબધ વધારી રહ્યા છે.

error: