Satya Tv News

કેબ ડ્રાઇવર રાજકુમારના બેંક ખાતામાં અચાનક 9000 કરોડ રૂપિયા આવી ગયા? પહેલી નજરે તો કેબ ડ્રાઇવર માટે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. આ મામલો ચેન્નઈનો છે. ચેન્નઈમાં એક કેબ ડ્રાઈવર રાજકુમારનું તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં બેંક એકાઉન્ટ છે. 9 સપ્ટેમ્બરે રાજકુમારને એક મેસેજ મળ્યો હતો કે તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકે તેના ખાતામાં 9000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. મેસેજ વાંચીને ડ્રાઈવર દિમાગ ચકરાઈ ગયું તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આટલી મોટી રકમ બેન્ક તેને આપી શકે. પરંતુ વાત સાચી હતી.તે વાતની ખાતરી કરવા માટે ટ્રેક્સી ડ્રાઈવર રાજકુમારને તરત એક મિત્રના ખાતામાં 21,000 રુપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યું જે સફળ રહ્યું. તેને તો એમ કે હવે વાંધો નહીં. આખી જિંદગીની ગરીબી મટી જશે પરંતુ તેનો આનંદ નજીવો નીવડ્યો.

તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક ભૂલથી તેના ખાતેદાર રાજુકમારના ખાતામાં 9000 કરોડ ટ્રાન્સફર કર્યાં હતા પરંતુ જેવી બેન્કને ભૂલ સમજાઈ કે તરત તેણે બેલેન્સ કાપી લીધું હતું જોકે 21,000નું શું થયું તેની કોઈ માહિતી નથી કારણ કે રાજકુમાર ખાતરી કરવા મિત્રના ખાતામાં 21,000 ટ્રાન્સફર કર્યાં હતા.

error: