Satya Tv News

આ સિરીઝમાં કંપનીએ ચાર ફોન iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Maxને લૉન્ચ કર્યા છે. Appleએ આ વર્ષે તેના સ્ટોર મુંબઈના BKCમાં અને દિલ્હીના સાકેત સિલેક્ટ સિટીમાં ખોલ્યા છે. ગઈકાલથી આ સ્ટોર્સ પર લોકો લાઈનોમાં ઊભા છે અને તેમના વારાની રાહ જોઈ રહ્યા છે. Apple ખરીદવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

એપલ સ્ટોર પર લાઈનમાં ઉભેલા ગ્રાહકોમાંથી એક યુવકે જણાવ્યું કે તે અમદાવાદથી મુંબઈ માત્ર iPhone 15 Pro Max ખરીદવામાં આવ્યો હતો. આ યુવક 21 તારીખે સાંજે 3 વાગ્યે જ સ્ટોર પર પહોંચી ગયો હતો અને તે 17 કલાક સુધી લાઈનમાં ઉભો રહ્યો હતો. તેણે સૌથી પહેલો iPhone ખરીદ્યો છે.આ સિવાય એક યુવક iPhone ખરીદવા માટે વહેલી સવારે બેંગલુરુથી ફ્લાઇટમાં મુંબઇ પહોંચ્યો હતો. એપલ સ્ટોર પર લાઈનમાં ઉભેલા લોકોમાં આવા ઘણા એપલ ફોન લવર્સ છે, તેઓ કોઈ અન્ય શહેરમાંથી સ્ટોર પર ફોન ખરીદવા પહોંચ્યા છે.

iPhone 15 સિરીઝમાં ચાર નવા મોડલ્સ સામેલ છે. તેના બેઝ વેરિઅન્ટ iPhone 15ની કિંમત 79,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Plus વેરિયન્ટની કિંમત 89,900 રૂપિયાથી શરૂ થાય છે. પ્રો વેરિઅન્ટની વાત કરીએ તો તે ખૂબ મોંઘા છે. iPhone 15 Proની કિંમત 1,34,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે iPhone 15 Pro Maxની કિંમત 1,59,900 રૂપિયાથી શરૂ થાય છે.

error: