Satya Tv News

ડભોઈ તીર્થસ્થાન ચાંદોદ સહિતના કરનાળી તથા નંદેરીયા જેવા પૂરગ્રસ્ત ગામોમાં અસરગ્રસ્તોને જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્યના યોગ્ય આયોજનના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કુલ 720 અસરગ્રસ્ત પરિવારોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું.

તાજેતરમાં નર્મદાજીમાં આવેલા પ્રચંડ પુરને કારણે તીવ્ર ગતિથી વધતા પૂરના પાણીથી કાંઠા કિનારાના સમગ્ર ભાગમાં જળ પ્રલય ની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે નર્મદાજીના પ્રચંડ પુરમાં ચાંદોદ કરનાળી નંદેરીયા જેવા ગામોનો 90 ટકા વિસ્તાર પાણીના પૂરમાં ગરક હતા જેના કારણે આવા અસરગ્રસ્તોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે આ પરિસ્થિતિમાં જિલ્લા કલેકટર, ધારાસભ્ય શૈલેશ મહેતા ના યોગ્ય આયોજન થકી રિલાઇન્સ ફાઉન્ડેશન ના સહયોગ દ્વારા તમામ અસરરસ્તો ને ડભોઇ મામલતદાર ડી કે ગામિત ની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત પરિવાર સહિત નગરના સ્વયંસેવકો ની મદદ થી ચાંદોદ નગરમાં 440 પરિવાર, કરનાળીમાં 200 પરિવાર, તથા નંદેરીયાના 80 પરિવાર મળી કુલ 720 પરિવારોની વહારે આવી તમામને 20 કિલો ઘઉંનો લોટ, પાંચ કિલો ચોખા, પાંચ કિલો તુવેર દાળ, બે લીટર તેલ, ચા ખાંડ સહિતની ચીજ વસ્તુઓની રાશન કીટની સામગ્રીનું અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે પૂરની પરિસ્થિતિ સમયે અને પૂર બાદ નગરમાં મદદરૂપ થનાર સરકારી તેમજ ખાનગી સંસ્થાઓનો નગરજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: