શિનોર તાલુકાના માલસર ગામે આવેલ મંગલનાથ વીલા એપાર્ટમેન્ટ માં આવી ચઢેલા અજગર નુ વાઈલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટ ભરત મોરે ની ટીમ દ્વારા રેશક્યૂ કરી તેને શિનોર વન વિભાગ ની સૂચના મુજબ જંગલ વિસ્તારમાં છોડી મુક્ત કરવામાં આવ્યો હતો.
શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીમાં સરદાર સરોવર નર્મદા ડેમ માંથી છોડવામાં આવેલ પાણીના કારણે નર્મદા નદીમાં ઘોડાપૂર ને લઈને વન્યજીવો રહેણાંક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે.ત્યારે શિનોર તાલુકાના માલસર ગામે આવેલ મંગલનાથ વીલા એપાર્ટમેન્ટ ખાતે રાત્રી દરમિયાન એક મહાકાય કદ ધરાવતો અજગર આવી ચઢયો હતો.જેના પગલે સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસક્યું ટ્રસ્ટ માલસર ભરત મોરે ની ટીમ ને કરાતા તાત્કાલિક ભરત મોરે ની ટીમ મંગલનાથ વીલા એપાર્ટમેન્ટ ખાતે પહોંચી ત્યાં આવી ચઢેલા મહાકાય કદ ધરાવતાં અજગરને રેસક્યું કરી તેને શિનોર વન વિભાગ ની સૂચના મુજબ જંગલ વિસ્તારમાં છોડી મુક્ત કરવામાં આવ્યો હતો.જેને લઇને મંગલનાથ વીલા એપાર્ટમેન્ટ માં રહેતા રહીશોએ રાહત નો શ્વાસ લીધો હતો.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર