ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું. ઓક્ટોબર માસમાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની નવરાત્રિ શરૂ થઇ રહી છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. નવરાત્રિ માટે ગરબા ક્લાસિસમાં પણ ખૈલૈયા અવનવા સ્ટેપ સાથે રમવા માટે પ્રેકટિસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખૈલેયાને ચિંતા સતાવી રહી છે કે, શું નવરાત્રિ સમયે વરસાદ વિઘ્નરૂપ બનશે અંબાલાલે ઓક્ટોબરમાં ખાસ કરીને નવરાત્રી પણ વરસાદની સ્થિતિને લઇને આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલે જણાવ્યું છે કે, બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધી શકે છે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી રહી શકે છે,અંબાલાલના અનુમાન મુજબ નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડી શકે છે તો આ વર્ષે દિવાળીમાં પણ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.
આજે જામનગર શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો હતો. શહેરના મોટા ભાગના વિસ્તારો જેમાં પંચવટી, બેડી, પટેલ કોલોની, ઇન્દિરા માર્ગ સહતીના વિસ્તારમાં ખેતીના પાકને અનૂકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.