Satya Tv News

મહેસાણા જિલ્લા CDHO દ્વારા અલગ-અલગ પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કુલ 28 ફાર્માસિસ્ટને નોટિસ પાઠવી છે. વિગતો મુજબ 10 ઓગસ્ટ બાદથી વેક્સિન અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી બંધ હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ કડીના 7, સતલાસણાના 2, ખેરાલુના 2, વિસનગરના 3, મહેસાણાના 3 ફાર્માસિસ્ટ અને વિજાપુર તાલુકાના 7 ફાર્માસિસ્ટને નોટિસ ફટકારવામાં આવી છે.

મહેસાણા જિલ્લામાં 10 ઓગસ્ટથી ફિઝિકલ વેક્સિનની અને સોફ્ટવેર ડેટા એન્ટ્રીની કામગીરી ન કરી રહેલા કર્મીઓ સામે કાર્યવાહીને લઈ હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ આ નોટિસમાં શિક્ષાત્મક કાર્યવાહી કેમ ન ધરાઈ તેનો 2 દિવસમાં લેખિતમાં ખુલાસો મંગાવાયો છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોના 28 ફાર્માસિસ્ટોને CDHOએ નોટિસ ફટકારતાં જિલ્લા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે.

error: