Satya Tv News

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગહલોતે પાકિસ્તાનને પડકારતાં કહ્યું કે,’ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. પાકિસ્તાનને અમારા આંતરિક મામલામાં બોલવાનો હક નથી.’ રાઈટ ટૂ રિપ્લાયનાં અધિકારનો ઉપયોગ કરતાં પેટલ ગહલોતે કહ્યું કે,’ પાકિસ્તાન જ્યારે બીજાનાં આંતરિક મામલાઓમાં દખલ કરી રહ્યું છે તો તેને પોતાના દેશમાં માનવાધિકારોનાં ગંભીર ઉલ્લંઘનો પર પહેલાં નજર ફેરવી જોઈએ અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.’

પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘનનો રેકોર્ડ દુનિયામાં સૌથી ખરાબ હોવાનો દાવો કરતાં પેટલે કહ્યું કે,’ દુનિયાનાં સૌથી મોટા લોકતંત્ર પર આંગળી ઊઠાવવાનો અધિકાર કોઈને નથી. UN ફોરમનો દુરુપયોગ કરવાની આદત પાકિસ્તાનને પડી ગઈ છે. તે વારંવાર વૈશ્વિક મંચનો ખોટો ઉપયોગ કરે છે. તે વારંવાર ભારત વિરોધી પાયાવિહોણા આરોપ માત્ર એટલા માટે જ લગાડે છે જેથી પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારોનાં ઉલ્લંઘન પર દુનિયાની નજર ન જાય. આ મામલામાં પાકિસ્તાનનો રેકોર્ડ ઘણો ખરાબ છે. ખાસ કરીને મહિલાઓ અને અલ્પસંખ્યકો પર અત્યાચારનાં અનેક મામલાઓ સામે છે. પાકિસ્તાને સૌથી પહેલાં પોતાની આંતરિક સ્થિતિને સુધારવું જોઈએ.’

પાકિસ્તાનનાં જરાંવાલામાં ઑગસ્ટમાં ઈસાઈઓ વિરોધી થયેલ હિંસાનો મુદો ઊઠાવતાં પેટલે કહ્યું કે હિંસામાં કુલ 19 ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો અને 89 ઈસાઈ ઘરોમાં આગ લગાડી દેવામાં આવી. આવો જ અપરાધ પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયનાં લોકો પર પણ થતો હોય છે જેમના ઈબાદતગાહને પાકિસ્તાનમાં તોડી દેવામાં આવે છે.પાકિસ્તાને તાત્કાલિક સીમાપાર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ પર રોક લગાડવી જોઈએ. આતંકી સંગઠનો બંધ કરવા જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરનાં જે વિસ્તારો પર પાકિસ્તાને ગેરકાનૂની રીતે કબ્જો કરેલો છે તેને તાત્કાલિક ખાલી કરો.

error: