Satya Tv News

પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર આરોપ હતો કે તેમણે ભુજમાં રોડ પાસેની જમીન બિનખેતી કરાવી આપી હતી. પહેલા જમીન ખેતી માટે મંજૂર કરી હતી અને પાછળથી તેને બિનખેતી કરી દીધી હતી. ભુજ શહેરનાં મામલતદારે પ્રદીપ શર્મા વિરુદ્ધ આ ફરિયાદ ભુજ CID ક્રાઇમ બોર્ડર રેન્જ પોલીસ મથકમાં નોંધાવી હતી. વડોદરાનાં બિલ્ડર સંજય શાહને આ જમીન વેંચ્યા હોવાની માહિતી મળી આવી છે.

પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે આશરે છ મહિના પહેલાં ગાંધીધામના ચુડવા ગામે રોડને અડીને આવેલી જમીન પરના દબાણનાં નિયમમાં ભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાનો આરોપ મૂકતી ફરિયાદ CID ક્રાઇમમાં કરાઈ હતી. એટલું જ નહીં કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં બજાર નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘન અંગેની પણ ફરિયાદ ભુજ CID ક્રાઈમમાં દાખલ કરવામાં આવી હતી. ત્રીજી ફરિયાદ અંજાર પાસે આવેલ વેલસ્પન કંપનીને બજાર મૂલ્ય કરતાં ઓછાં દરે જમીન બિનખેતી કરી આપવાનો આરોપ પણ પ્રદીપ શર્મા પર મૂકવામાં આવ્યો હતો.

error: