Satya Tv News

મોહમ્મદ શમીએ ભારતને પહેલી જ ઓવરમાં સફળતા અપાવી છે. તેમણે પહેલા ઓવરની ચોથી બોલ પર માર્શને આઉટ કર્યાં. શમીની બોલ બેટનાં કિનારે લાગતાં સ્લિપમાં ગઈ અને શુભમન ગિલે કેચ પકડી લીધો.19મી ઓવરની બીજી બોલ પર વોર્નર આઉટ થયાં. રવિન્દ્ર જાડેજાની બોલ પર વોર્નર મોટો શોટ મારવા ઈચ્છતાં હતાં પરંતુ ડિપ મિડવિકેટ પર ગિલે તેમનો કેચ લપક્યો.22મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો. ટીમના અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથ બોલ્ડ થઈ ગયાં. મોહમ્મદ શમીની શાનદાર બોલ પર સ્ટીવ સ્મિથ આઉટ થયાં. સ્મિથે 60 બોલમાં 41 રનો બનાવ્યાં. 30 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 151/3 થઈ ગયો હતો.લાંબા સમય બાદ વનડેમાં વાપસી કરી રહેલા રવિચંદ્રન અશ્વિનને આ મેચમાં પહેલી સફળતા મળી છે. તેમની બોલ પર માર્નસ લેબુશેન સ્ટમ્પ આઉટ થયાં છે. માર્નસ 39 રન બનાવીને રમી રહ્યાં હતાં.

ઓસ્ટ્રેલિયા જ્યારે એક પછી એક રન બનાવી રહી હતી ત્યારે ટીમ ઈન્ડિયાનાં મહોમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો. શમીએ માર્કસ સ્ટોઈનિસને આઉટ કર્યાં. આ બાદ જસપ્રીત બુમરાહે જોશ ઈંગ્લિશને કેચ આઉટ કરાવ્યાં. આ સમયે ટીમનો સ્કોર 250/7 હતો. મોહમ્મદ શમીએ પોતાના 10 ઓવરનાં સ્પેલમાં 51 રન આપ્યાં અને 5 વિકેટ લઈ લીધી. આ વનડે કરિયરનો બીજો સૌથી ફાઈવ વિકેટ હોલ છે.

error: