Satya Tv News

ડાકોર મંદિરમાં VIP દર્શનનો નિર્ણય પાછો ખેંચાયો છે. ડાકોર ટેમ્પલ કમિટીએ શુક્રવારે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. મહત્વનું છે કે, અગાઉ મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયલ નિર્ણય મુજબ VIP દર્શન માટે ભક્તો પાસેથી રૂપિયા લેવાતા હતા. આ તરફ VIP દર્શનના નિર્ણયને લઈ ઉગ્ર વિરોધ પણ થયો હતો. મહત્વનું છે કે, અગાઉ ઠાસરા તાલુકાના સરપંચ અને હિન્દૂ સંગઠનોએ વિરોધ કર્યો હતો. જોકે અંતે હવે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.

અગાઉ ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા વિવાદિત નિર્ણય લેવાયો હતો. જેમાં હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ વસૂલાશે. આ સાથે મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ વસુલાશે. જેને લઈને ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો.

error: