Satya Tv News

પુરગ્રસ્ત વિસ્તારની કૃષિમંત્રી રાઘવજી પટેલ મુલાકાત કરશે. નર્મદા નદીમાં પૂરમાં થયેલ નુકશાન બાબતે કૃષિ મંત્રી સમીક્ષા કશે. તેમજ પુરનાં કારણે કૃષિમાં નુકશાન સહિતની બાબતો પર સમીક્ષા કરશે. ત્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિકો સાથે કૃષિમંત્રી ચર્ચા કરશે. આણંદની મહી નદીમાં પુરની અસરને પગલે સર્વેની કામગીરી શરૂ કરી દીધી છે. જીલ્લા ખેતીવાડી વિભાગે 20 ટીમો બનાવી સર્વે હાથ ધર્યો હતો. ગ્રામ સેવકો અને તલાટીઓને સર્વેની કામગીરી સોંપાઈ છે. મહી નદીકાંઠે આવતા 17 ગામોમાં સર્વે થશે. પુરનાં પાણી ઓસરતા જ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. એક સપ્તાહમાં નુકશાનીનો રિપોર્ટ તૈયાર કરવા તંત્ર દ્વારા આદેશ આપ્યો છે.

error: