Satya Tv News

રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિગતો મુજબ વરસાદને કારણે ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈ રાજ્ય ખેડુતોએ સરકાર પાસે સહાયની માંગ કરી હતી. જોકે હવે રાજ્ય સરકારે આજે કૃષિ સહાય જાહેર કરી છે. જે મુજબ 33 ટકાથી વધુ નુકસાન થયુ હશે તેને સહાય થશે. આ સાથે હેક્ટર દીઠ રૂ.25 હજારની મર્યાદામાં સહાયમાં મળશે. ખેડૂતને ખાતા દીઠ 2 હેક્ટરમાં સહાય મળશે. આ સાથે બાગાયતી પાકોમાં મહત્તમ 1.25 લાખની સહાય બે હેક્ટરની મર્યાદામાં ચૂકવાશે.

આ તરફ હવે સરકારે સર્વે શરૂ કર્યો છે ત્યાર બાદ સહાય ચૂકવાશે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર SDRFના હેક્ટરદીઠ રૂ.8500 વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે અને રૂ.17 થી રૂ.25 હજારની વધારાની સહાય ચૂકવાશે. જેને માટે હવે ખેડુતોએ ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. નોંધનીય છે કે, 16થી 18 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. આ તરફ નર્મદાના પાણીથી બાગાયતી પાકને નુકસાન પણ થયું હતું.

error: