Satya Tv News

રાજ્યમાં અવારનવાર બ્રિજ દુર્ઘટના સામે આવી રહી છે. જે સિલસિલો ગતરોજ પણ યથાવત રહ્યો. ગઈકાલે સુરેન્દ્રનગરમાં મોટી બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. સુરેન્દ્રનગરના વસ્તડીનો જર્જરિત બ્રિજ ધરાશાયી થઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી.તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. જેને લઈને દુર્ઘટના સર્જાઈ હતી. .

110 ગામને જોડતો બ્રિજ ધરાશાયી થતા ગામોનો સંપર્ક તૂટ્યો છે. બ્રિજ પરથી ડમ્પર પસાર થઇ રહ્યું હતી. આ વેળા બ્રિજનો ભાગ નીચે ત્રાટકતા ડમ્પર સીધું જ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ઉહાપોહ મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા સબંધિત તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાના 14-15 કલાક વિત્યા તંત્ર ગાઢ નિંદ્રામાં જાગ્યું હતું. દુર્ઘટનાને 14-15 કલાક વિત્યા બાદ અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશ મકવાણા અને પ્રાંત અધિકારી પણ 16 કલાક બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ભારે વાહન અને હપ્તાખોરીના આક્ષેપ પર પ્રાંત અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યા હતા. જોકે, દુર્ઘટના બાદ અવરજવર માટે હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. બ્રિજ તૂટવાથી રસ્તો બંધ થતા અવરજવર બંધ થઈ છે. લોકોને 15થી 20 કિમી વધુનું અંતર કાપી જવું પડી રહ્યું છે.

error: