Satya Tv News

ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત 66 વર્ષીય સ્વ. હિતેષ રતિલાલ શાહનું દુઃખદ નિધન થતા તેમના પરિવારજનો ભરૂચ સ્થિત ભાઈ પ્રકાશ શાહ દ્વારા સ્વ. હિતેશના દેહદાનનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.જેના માટે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કરતા સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા મૃતકના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને ડો.કિરણ સી પટેલ મેડિકલ કોલેજ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ ખાતે મોકલવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સ્થાપક સંજય તલાટી , ગીરીશ પટેલ ,ગૌતમ મહેતા, અશોક જાદવ હાજર રહ્યા હતા. દેહદાનના આ સેવાકાર્ય માં ભરૂચ મેડિકલ કૉલેજ ના ચીફ મેડિકલ ડાયરેક્ટર ડો.મિતેષ શાહ, કોલેજના ડીન ડો.જયરામ પરમાર , મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. આર. કે.બંસલ , એડિશનલ ડીન ડો.નરેન્દ્ર પાઠક , એટોનોમી ડિપાર્ટમેન્ટ હેડ ડો. બી. એસ.પાટીલ દ્વારા દેહદાન સ્વીકારી સામાજિક સેવાકાર્યમાં મદદરૂપ બન્યા હતા.જ્યારે સેવાયજ્ઞ સમિતિ દ્વારા એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી હતી.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: