ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થતા વધારાનું પાણી છોડવાની નોબત આવી હતી.જેને પગલે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તાર ના હજારો લોકો અસરગ્રસ્ત થતા તેમની સ્થિતિ દયનીય બનવા પામી હતી.ત્યારે સમાજની ભગિની સંસ્થાઓ તેમજ અનેક વિધ કંપનીઓ પુર ના પાણી નો ભોગ બનેલા પરિવારો ને પડખે આવી ને ઉભી રહી હતી.દહેજ ની DMCC કંપનીએ પણ અસરગ્રસ્ત પરિવારોની વેદના ને પોતાની સમજી તેમના સંકટ સમયે તંત્ર સાથે રહી આગળ આવી હતી.DMCC કંપનીએ ભરૂચ મામલતદાર ને ૨૦૦ રાશન કીટ આપી સમાજ ઉપયોગી કાર્ય કર્યું હતુ.કંપની ના કાર્ય ને તંત્ર એ બિરદાવ્યુ હતુ.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા