Satya Tv News

પંદર થી વીસ દિવસ ચાલે એવી રાશન કીટ આપતા અસરગ્રસ્ત પરિવારોએ રાહત અનુભવી

ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વિલાયત દ્વારા જિલ્લા સમાહર્તાના સંકલન હેઠળ નર્મદા નદીમાં આવેલ ભયંકર પૂરના કારણે સર્જાયેલ વિપરીત પરિસ્થિતિમાં પૂર અસરગ્રસ્તો ની વ્હારે આવી હતી.કંપનીએ 15 થી 20 દિવસ સુધી ચાલી શકે તેવી 700 સંપૂર્ણ રાશન કીટનું વિતરણ લોકોને કર્યું હતુ.ગ્રાસીમ કંપનીના સી. એસ. આર. વિભાગ દ્વારા યુનિટ હેડ આશિષ ગર્ગ, એચ આર હેડ કર્ણ મિસ્ત્રી અને શૈલી ના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમનું સંચાલન હેમરાજ પટેલ,સ્નેહા મહેતા,રાઘવ પુરોહિત,વિજયનજી,પ્રકાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે કુદરતી આપડા સમયે ગ્રાસીમ કંપની હરહમેંશા સી.એસ.આર પ્રવૃત્તિ હેઠળ અસરકારક કામગીરી કરે છે.કંપની સમાજ ના દરેક વર્ગ ના લોકોના ઉત્થાન માટે પણ અનેક વિધ કાર્યો કરી રહી છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા.

error: