Satya Tv News

આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. ભક્તોની ભારે ભીડને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર સમગ્ર મેળાના સંચાલન પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અંબાજી ખાતે 4 દિવસમાં 20,34,322 ભક્તોએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે.

ભાદરવી પૂનમના મેળાને લઈને બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે, કોઈપણ ભક્તને તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે અંબાજીમાં ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા પદયાત્રીકો અને ભક્તો માટે ગુજરાત એસટી નિગમ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના દરેક ખુણે જવા માટે બસ મળી રહે તે માટે 1200થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી જતા પદયાત્રાળુઓ માટે રાજ્ય આરોગ્ય તંત્ર દ્વારા અંબાજી તરફના તમામ માર્ગો પર 24 કલાક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સઘન આયોજન

error: