Satya Tv News

અંકલેશ્વરના નવી દીવી ગામના જશવંત ગેલા ફળિયામાં રહેતો 27 વર્ષીય સુનિલ દિનેશ વસાવા સવારે ગામની સીમમાંથી પસાર થઈ રહયો હતો તે દરમિયાન સવિતાબેન વાળા ફળિયામાં રહેતા ઠાકોર વસાવાએ યુવાનને અટકાવી તેની પુત્રી સાથેના પ્રેમ સંબંધની રીસ ઝઘડો કર્યો હતો અને તેની સાઇકલ ઉપર રહેલ ધારિયા વડે યુવાનને સાથળના ભાગે સપાટા વડે મારમાર્યો હતો આ મારામારીમાં બચવા માટે સુનિલ વસાવાએ ધાર્યું પકડી લેતા તેને હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

error: