22મી લો કમિશનની બેઠક 27 સપ્ટેમ્બરે યોજાઈ હતી. જેમાં વન નેશન-વન ઈલેક્શનની ચર્ચા થઈ હતી. લૉ કમિશનનું કહેવું છે કે તે રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ વધારીને અથવા ઘટાડીને તમામ વિધાનસભા ચૂંટણીઓ એકસાથે કરાવવાની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. જો બધુ બરાબર રહ્યું તો 2029ની લોકસભા ચૂંટણીની સાથે તમામ રાજ્યોની ચૂંટણીઓ યોજાઈ શકે છે.
ઋતુરાજ અવસ્થીએ One Nation, One Election માટે સમયમર્યાદા આપવાનો ઇનકાર કર્યો હતો. કેન્દ્ર સરકારે એક દેશ, એક ચૂંટણીની શક્યતાઓને લઈને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી છે. આ સમિતિ દેશમાં ચૂંટણીની શક્યતાઓ અને તેના અમલીકરણ પર કામ કરી રહી છે. આ સમિતિની રચના બાદથી સમગ્ર દેશમાં તેના ફેરફારો અને રાજકારણ, બંધારણ અને સમગ્ર દેશના સંઘીય માળખા પરની અસરને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.કાયદા પંચના અધ્યક્ષ રિતુ રાજે જણાવ્યું હતું કે, દેશભરમાં એકસાથે ચૂંટણી ક્યારે થશે તે હજુ કહી શકાય તેમ નથી. આ માટે સમયરેખા આપી શકાતી નથી અને આ સમયરેખા નક્કી કરવી શક્ય નથી. અમે તેની કાનૂની શક્યતાઓ શોધવા માટે કામ કરી રહ્યા છીએ, કારણ કે આમ કરવું અશક્ય નથી.