Satya Tv News

ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવા માટે વર્ષ 2017માં અમલમાં આવેલા ફી નિર્ધારણ કાયદામાં સ્કૂલોની કટઓફ ફી સ્લેબ નક્કી કરાયા હતા. કટઓફ ફીમાં વધારો થશે તો સ્કૂલો વાલીઓ પાસેથી વધુ ફી વસુલી શકે છે.સ્કૂલોના સંચાલકોએ મોંઘવારીના કારણો આપીને ફીના સ્લેબમાં વધારો કરવાની માંગ કરી હતી. જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં 9 જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફી અધિનિયમ અનુસાર, રાજ્ય સરકારના જાહેરનામાથી ઠરાવેલી ફી કરતા ઓછી ફીની રકમ વસુલતી ખાનગી સ્કૂલોને ફી નિર્ધારણ પાસેથી ફી નિર્ધારણ કરાવવામાંથી મુક્તિ આપેલી છે. રાજ્ય સરકારે આ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માટે ફી નક્કી કરેલી છે. જે મુજબ આ ફી ક્રમશ 15 હજાર, 25 હજાર અને 30 હજાર નક્કી કરેલી છે. આ અંતર્ગત નક્કી કરેલી ફી કરતા વધુ ફી લેતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની હોય છે. તો નક્કી કરવામાં આવેલી ફી કરતા ઓછી ફી લેતી સ્કૂલોએ માત્ર એફિડેવિટ જ આપવાનું હોય છે.

error: