Satya Tv News

બુધવારે બપોરે વસ્ત્રાલની સરગમ હોટલમાં એક યુવક-યુવતી એકસાથે રૂમમાં ગયા હતા.જો કે, યુવકને અંગતપળો માણતી વખતે હાર્ટે એટક આવતા મૃત્યુ થયું હતું. જે દરમિયાન યુવતી ગભરાઈ ગઈ અને હોટલ છોડી ત્યાંથી નાસી છૂટી હતી. જો કે, હોટલના રૂમમાંથી યુવક બહાર ન નીકળતા હોટલ સ્ટાફે તપાસ કરતા અંદર યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો..

હોટલના સંચાલકો પોલીસને જાણ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તેમજ મૃતદેહને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખેસેડ્યો હતો. જેમાં આશંકા જણાવી આવી હતી કે, યુવતી સાથે અંગત પળો માણતી વખતે યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ઓળખ મોહંમદ ઈમરાન અન્સારી તરીકે કરી છે.

error: