ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું આશરે અઢી ફૂટનું બચુ નજરે પડતા રેસ્કયુ કરી તલાવડીના પાણીમાંથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકાના કાયાવરણ ગામે આવેલ તલાવડીમાં અઢી ફૂટ જેટલા મગરનું બચ્ચું દેખા દેતા આ અંગે વન વિભાગને જાણ કરતા નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમે ઘટના સ્થળે આવી મગર ના બચ્ચા નું રેસકયુ કરી ઝડપી પાડ્યો હતો અને વન વિભાગના અધિકારીને સોંપવામાં આવ્યો હતુ વન વિભાગ દ્વારા મગર ના બચ્ચા ને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ