Satya Tv News

બિહારની રાજધાની પટનાની બુદ્ધ કોલોનીમાં એક વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 12મા ધોરણમાં ભણતા આ છોકરીને પરીક્ષામાં ઓછા માર્કસ આવ્યા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક પણ છોકરીને બચાવવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં યુવતીનું માથું જમીન પર પટકાય જાય છે અને વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતું.

આ ઘટના શનિવારે સાંજે બની હોવાનું કહેવાય છે. યુવતી અહીં નાગેશ્વર કોલોનીના જય રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેણે આ એપાર્ટમેન્ટના ચોથા માળેથી છલાંગ લગાવી છે. ઘટના બાદ તુરંત જ વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીના માતા-પિતા આ એપાર્ટમેન્ટના બીજા માળે ભાડાના ફ્લેટમાં રહે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેને 12માની પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિદ્યાર્થી ચોથા માળની પારી પર ઉભી રહી હતી અને જે બાદ તે અચાનક નીચે કૂદી પડી.

error: