Satya Tv News

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ તેના આગામી પ્રોજેક્ટ માટે હોલિવૂડ સ્ટાર વૈન ડેમ સાથે હાથ મિલાવવા જઈ રહી છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને ચાહકોને આ સહયોગ વિશે જાણકારી આપી હતી.જેક્લિને વૈન ડેમ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો અને લખ્યું, “લીજેન્ડ વૈન ડેમની સાથે, આ સહયોગની રાહ જોઈ શકતી નથી. જોકે ત્યાં સુધી બધું સામાન્ય હતું, પરંતુ પછી મીકા સિંહે સુકેશનું નામ ઉમેરતા જેકલીનના આ ટ્વિટને રીટ્વીટ કર્યું.

મીકા સિંહે લખ્યું, તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. તે સુકેશ કરતા ઘણા સારા છે. જેકલીન ફર્નાન્ડિસના ટ્વીટના થોડા સમય બાદ કરવામાં આવેલ મીકા સિંહની આ ટ્વીટ અચાનક જ વાયરલ થવા લાગી હતી. જોકે ગાયકે થોડા સમય પછી તેને કાઢી નાખ્યું હતું, તેમ છતાં ચાહકો પાસે તેના સ્ક્રીનશૉટ્સ છે તમને જણાવી દઈએ કે મહાઠગ સુકેશ ચંદ્રશેખરનું નામ જેકલીન ફર્નાન્ડિસ સાથે જોડવામાં આવ્યું છે, જેના માટે અભિનેત્રીને ઘણી વખત ટ્રોલ કરવામાં આવી છે.મીકા સિંહે તેની ટ્વીટ ડિલીટ કરી દીધી પરંતુ પોસ્ટ પર લોકો દ્વારા મળેલી કોમેન્ટ્સ હજુ પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. એક યુઝરે લખ્યું, આ સહયોગને સફળ બનાવવા બદલ મીકા સિંહનો આભાર. જ્યારે એક યુઝરે લખ્યું કે, જેકલીન ફર્નાન્ડિસને બીજો કોનમેન સુકેશ મળ્યો છે. એક યુઝરે લખ્યું, બીજો બકરો, આ વખતે તે સુકેશ કરતાં વધુ સારો. તેવી જ રીતે લોકોએ ઘણી કોમેન્ટ્સ પણ કરી છે.

error: