Satya Tv News

ઉમરેઠ ખાતે રહેતા તુલસીબેનના લગ્ન કપડવંજના ભાવિન નામના યુવક સાથે થયા હતા. ગણપતિ મહોત્સવનો તહેવાર હોવાથી તુલસીબેન પોતાની બે વર્ષની દીકરી પ્રેશાને લઈને ઉમરેઠ પિયર આવ્યા હતા. આ દરમિયાન સવારના દશેક વાગ્યાના સુમારે તુલસીબેનનો ભાઈ સાગર કાછીયા પ્રેશાને મંદિરે દર્શન કરવા માટે લઈ જાઉં છું તેમ કહીને ભાણીને લઈને ગયો હતો.  ઘણો સમય વીત્યો હોવા છતાં પણ તે પરત ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. બીજી તરફ સાગરે પરિવારના સભ્યો પાસે વોટ્સેપ તેમજ સાદા મેસેજ કરીને 65 હજાર રૂપિયાની માંગણી ચાલુ કરી દીધી હતી.

એક કલાક બાદ સાગરને પૈસા મળી જતાં તેણે પ્રેશાને લઈને ઘરે પરત આવી રહ્યો છું,તેવો મેસેજ અને ફોન કર્યો હતો. આ તરફ પરિવારના સભ્યોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા ઉમરેઠ પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી અને પોલીસે સાગર કાછિયાના મોબાઈલ ફોનનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું.

error: