Skip to main content

Satya Tv News

હાંસોટ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
કાકાબા હોસ્પિટલ,જનશિક્ષણ સંસ્થાન ભરૂચ
હાંસોટના અનેક વિસ્તારોમાં સફાઈ કામ કર્યુ

હાંસોટ ખાતે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત કાકાબા હોસ્પિટલ હાંસોટ તથા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના ઉપક્રમે સ્વચ્છતા અભિયાન કરાયું.

હાંસોટ ખાતે આજરોજ સવારે 10 વાગ્યે હાંસોટની કાકાબા હોસ્પિટલ તથા જનશિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાત્મા ગાંધીના જન્મદિવસ નિમિત્તે તા. 1 ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાક થી 11 વાગ્યા સુધી એક કલાક દરમ્યાન હાંસોટના જુદા જુદા વિસ્તારોમાં સફાઈ કામ કર્યુ હતું. જેમાં એચ એસ સી ના છોકરાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સફાઈ અંગેની શપથ લેવડાવ્યા હતા. કાકાબા હોસ્પિટલના કોરડીનેટર ભરત ચાંપાનેરીયા અને જનશિક્ષણ સંસ્થાનના નિયામક જયનૂલ સૈયદ પણ ઉપસ્થિત રહ્યા હતા. સફાઈના સ્થળોમાં હાંસોટ એસ.ટી ડેપો – એસ. બી. આઇ બેંક અને અન્ય સ્થળોએ પણ સફાઈ કરી હતી. 

વિડીયો જર્નાલિસ્ટ હેમંત છાસિયા સાથે સત્યા ટીવી હાંસોટ

error: