શાંતિનું હનન કરતા તત્વોને પાઠ ભણાવવાનો નિર્ધાર
૫ મી ઓક્ટોબરે યોજાનાર છે શોર્યયાત્રા
શોર્યયાત્રા પહેલા પોલીસે બાઈક રેલી યોજી
વિવિધ ગામોમાં બાઈક રેલી કાઢી પરિભ્રમણ
વાગરા પોલીસ દ્વારા પંથકના તમામ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર નાગરિકોને પોલીસ એક્શનમાં હોવાનો એહસાસ કરાવવા બાઇક રેલી યોજવામાં આવી હતી.
વાગરા તાલુકામાં આગામી ૫ મી ઓકટોબરના રોજ શોર્યરેલીનું આયોજન કરવામાં આવ્યુ છે..સાથે જ પોલીસ તાબા હેઠળના વિસ્તારોની સ્થિતિ અંગેનો તાગ મેળવવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાયો હતો.વાગરા પોલીસ મથકની હદ વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં પોલીસ દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી.ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આગામી ૫ મી ઓકટોબરના રોજ શોર્ય રેલી યોજાનાર હોય જે સંદર્ભમાં વાગરા પોલીસ દ્વારા આગમચેતીના ભાગરૂપે કડક સુરક્ષા વ્યવસ્થા હોવાનો પ્રજાજનોને સંદેશ પહોંચાડવા તેમજ અસામાજિક કૃત્ય થકી શાંતિ ડહોળવા મથામણ કરતા તત્વોને “ચેતી જાવ” નો મેસેજ આપવા માટે પોલીસે મોટરસાયકલ યાત્રા યોજી હતી.વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.કે. જાડેજાની આગેવાની હેઠળ પોલીસ ,હોમગાર્ડના જવાનો સહિત જી.આર. ડી દ્વારા વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ વાગરા નગર ઉપરાંત ખંડાલી,સારણ, સાચણ,પહાજ સહિતના વિવિધ ગામોમાં બાઈક રેલી કાઢી પરિભ્રમણ કરાયુ હતુ.વધુમાં ઉક્ત વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પરિસ્થિતિનો તાગ પણ મેળવવામાં આવ્યો હતો.ગામડાઓમાંથી પસાર થતી ખાખીધારી પોલીસની બાઈક રેલીને જોઈ બાળકો સહિત મોટેરાઓ પણ અચંબામાં મુકાઈ ગયા હતા.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સાથે સત્યા ટીવી વાગરા.