તેરસા ગામે ખેતરમાં ઘાસચારો ચારતા ઘોડાનું મોત
વીજ કરંટ લાગવાથી ઘોડાનું નીપજ્યું મોત
ઘોડાના મોતથી પશુપાલકોમાં ભારે રોષ વ્યાપ્યો
MGVCLની ટીમ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી
MGVCL ની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા
શિનોર તાલુકાના તેરસા ગામે ખેતરમાં ઘાસચારો ચરતા ઘોડાનું વીજ કરંટ લાગવાથી મોત નીપજતાં પશુપાલકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
શિનોર તાલુકાના તેરસા ગામે જવાના રોડ ઉપર આવેલાં લાલાના ખેતરમાંથી શિનોર MGVCL ની કુકશ એ.ઝી.લાઈન પસાર થાય છે.જે વીજ લાઈનના જીવતા વીજ તાર જમીન પર જોખમી રૂપ બનીને પડેલા હતાં.તે જીવતા વીજ તારને ત્યાં ઘાસચારો ચરતાં આકસ્મિક રીતે અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો.જેના કારણે ઘોડાનું સ્થળ પર જ મોત નીપજયું હતુ.જે અંગેની જાણ શિનોર MGVCL ને કરાઈ હતી.જેની જાણ થતાં જ શિનોર MGVCLની ટીમ તેરસા ગામે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે ખેતરમાં જોખમી રૂપ બનીને પડેલા વીજ તારને લઇને શિનોર MGVCL ની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર