સરપંચ દ્વારા યુવાનોને અપશબ્દો બોલી માર માર્યો
ગામના લોકો મીડિયાનો સહારો લેવા બન્યા મજબુર
યુવાનો ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ખેડૂતોએ ફરિયાદ કરતા રેવન્યુ તલાટી તપાસ અર્થે
ગામના સરપંચથી લોકો ત્રાહિમામ
સમગ્ર મામલે દહેજ પોલીસ ચલાવી રહી છે તપાસ
વાગરા તાલુકાના કડોદરા ગામના જાગૃત યુવાનો અને ગામના લોકો પણ જાણે સરપંચ વિરુદ્ધની લેખિત ફરિયાદો અને મીડિયાનો સહારો લેવા મજબુર બને છે.દેશી બાવળના વૃક્ષોનુ નિકંડળ થયું હતું. આ બાબતે ગામના લોકો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
કડોદરા ગામના ખેડૂતોની ખેતી લાયક જમીનોને નુકશાન થતું હોય, જેમાં સરપંચ દ્વારા પોતાના ખેતરમાં માટી પુરાણ કરી પતરાનો સેડ બનાવી પરપ્રાંતિ ઓને રહેવા માટે ભારે આપેલ હોય,આ માટી પુરાણ કરીને સેડ બનાવેલ હોઈ જેથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરાય જવના કારણે ખેતીના પાકને ભારે નુકસાન થતું હોઈ છે.જેથી આજુબાજુના ખેતરોમાં પાણી ભરવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હતું. જે બાબતે ખેડૂતો દ્વારા લેખિત ફરિયાદ કરાતા રેવન્યુ તલાટી તપાસ અર્થે આવ્યા હતા.ત્યાં ખેડૂતો તેમજ સરપંચ સહીત ગામના લોકો હાજર હતા, તે દરમ્યાન સરપંચ અને તેમના સાગરીતો દ્વારા ખેડૂતો પર ઉગ્ર બોલચાલી થતા સરપંચ અને એમના સાથીઓ દ્વારા ખેડૂતોને અભદ્ર ગાળો બોલી પથ્થરો તેમજ ધીકાપાતું નો મર મારવામાં આવ્યો હતો. અને યુવાનો ઇજાગ્રસ્ત થતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગામના લોકો પણ સરપંચના ત્રાસ થી થાકી ગયા હોય એમ ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત યુવાનોના સમર્થનમાં આવ્યા હતા.
સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાય હતી જોકે સરપંચે પોતાનો અને પોતાના સાથીઓનો બચાવ કરવા ગામના જાગૃત બે યુવાનો ઉપર સરપંચ પોતે ફરિયાદી બની fir કરાવી હતી. જોકે ગામના સરપંચથી લોકો ત્રાહિમામ થઈ ગયા હોય જેથી ઈજાગ્રસ્ત યુવાનો ની વહારે ગામના લોકો ભરૂચ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર મામલે દહેજ પોલીસ તપાસ ચલાવી રહી છે.
વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા