Satya Tv News

YouTube player

પાલિકા વોર્ડ નંબર 8માં સફાઈ હાથ ધરાયુ

નોટીફાઈડ ભાજપ દ્વારા હાથ ધરાયુ સફાઈ અભિયાન

COP 7 ખાતે ગજાનંદ મહિલા ગ્રુપ દ્વારા  કરાય સફાઈ
‘સ્વચ્છ ભારત મિશન’ને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આજે ‘સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંકલેશ્વર પાલિકા વોર્ડ નંબર 8 અને GIDC નોટીફાઈડ ભાજપ અને અંકલેશ્વર હાઉસિંગ એસોશિએશન ચેરીટેબલ ટ્રસ્ટ ગજાનંદ મહિલા ગ્રુપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકા સ્વચ્છ અભિયાન દ્વારા જે બે ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જયંતી દિવસે ઉજવાય છે તે નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 8 ના મ્યુનિસિપલ કાઉન્સિલરો જહાંગીર પઠાણ, બખ્તયાર પટેલ અને  ભક્તિ આર પટેલ અને CSFના SP  સહીત  જવાનો દ્વારા આજે સાફ-સફાઈ નું અભિયાન ચલાવવામાં આવ્યો હતો.અને સફાઇ કરી શ્રમદાન કર્યુ હતુ.

અંકલેશ્વર નોટીફાઈડ ભાજપ દ્વારા GIDCના 500 કવાટર વિસ્તાર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ’ અંતર્ગત સફાઈ કરી  શ્રમદાનમાં યોગદાન આપ્યું હતુ. જેમાં ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુભાઈ ચૌધરી, અલ્પેશ પટેલ નોટીફાઇડ ભાજપ  મહામંત્રી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

તો અંકલેશ્વર હાઉસિંગ એસોશિએશન ચેરીટેબલ ટ્રસ્ટ ગજાનંદ મહિલા ગ્રુપ દ્વારા પણ  સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ’ અંતર્ગત સફાઈ કરી  શ્રમદાનમાં યોગદાન આપ્યું હતુ. જેમાં COP 7 પ્લોટ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: