Satya Tv News

YouTube player

M .A પટેલ પેટ્રોલ પંપના કર્મચારીઓને ઉંઘ પડી મોંઘી
રાત્રી દરમિયાન કર્મચારીઓના કપાયા ખિસ્સા
અજાણ્યા શખ્સ 50000 રૂપિયા લઈ રફુચક્કર
સમગ્ર ઘટના પેટ્રોલ પંપ માં લાગેલા CCTV માં કેદ

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા એમ.એ પેટ્રોલ પંપ માં ગત મોડી રાત્રે અજાણ્યા ઇસમ બાઇક લઇ આવીને એમ.એ પટેલ પેટ્રોલ પંપની ઓફિસમાં નિંદર માણતા કર્મચારીઓના ખિસ્સા કાપી આખા દિવસનો વકરો લઈ રફુચક્કર થઈ જવા પામ્યો હતો.

તાજેતરમાં શહેરના સ્ટેશન વિસ્તારમાં મુખ્ય માર્ગો પર દુકાનોના શટલો તોડી ચોરીઓને અંજામ આપવાના બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે ત્યારે ગત રાત્રિએ પેટ્રોલ પંપ ના કર્મચારીઓને ઊંઘવુ ભારે છે.રાત્રી ના 1.30 થી 2 વાગેના સમય ગાળા દરમિયાન એક બાઇક ચાલક ઈસમ પેટ્રોલ પંપ પર આવી બાઈક પાર્ક કરી ઓફિસની અંદર મીઠી નીંદર માણતા  કર્મચારી અરવિંદ ઉદયસિંહ પાટણવાડીયા અને પ્રવીણ વસાવાના ખિસ્સા કાપી પેટ્રોલ પંપ પર થયેલા વકરાના 50000 રૂપિયા ચોરીને કરી ફરાર થઈ જવા પામ્યો હતો.જોકે આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપની ઓફિસમાં અને બહાર લગાડેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.હાલ તો પેટ્રોલ પંપ ના માલિક અને કર્મચારીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવીના ફૂટેજ કબ્જે કરી આગળ ની તપાસ હાથધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: