Satya Tv News

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સના આઠમા દિવસની ઈનિંગમાં ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ મેડલ આવ્યાં છે. સવારના સમયમાં શુટિંગમાં ભારતીય પુરુષ ટીમને ગોલ્ડ મળ્યો હતો તો બપોર પછી 3000 મીટરની સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે અને ત્યાર બાદ શોટપુટમાં તેજિંદર પાલ તુરે ગોલ્ડ જીત્યો હતો. ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. તે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ છે. આ મેડલ સાથે જ ભારતના દિવસનું ખાતું ખુલી ગયું હતું. આ પછી તરત જ ટ્રેપ શૂટિંગમાં મહિલા ટીમે સિલ્વર અને મેન્સે ગોલ્ડ જીત્યો.

error: