Satya Tv News

દિલ્હીના ભોગલમાં મંગળવારે સવારે જ્યારે એક જ્વેલરી શોપનું શટર ખુલ્યું તો અંદર રાખેલા તમામ સોના, ચાંદી અને હીરા ગાયબ હતા. ત્યાર બાદ તરત જ પોલીસ ત્યાં પહોંચી અને જ્યારે શો રૂમની અંદરથી 25 કરોડ રૂપિયાનો સામાન ચોરાયો હોવાની જાણ થઈ તો બધા ચોંકી ગયા. આ ચોરીને દિલ્હીની સૌથી મોટી ચોરી ગણાવવામાં આવી રહી છે. દિલ્હી પોલીસ એક્શનમાં આવી. આ વિસ્તારમાં સક્રિય પાંચ હજાર જેટલા મોબાઇલ નંબરના રેકોર્ડ ચેક કરવામાં આવ્યા હતા. અને આખરે છત્તીસગઢમાં મહાચોર લોકેશ શ્રીવાસની ધરપકડ કરવામાં આવી હતી. લોકેશે આ ચોરી કેવી રીતે કરી, શોરુમની અંદર શું કર્યું, તેણે કેવી યોજના બનાવી તેને લઈને ખૂબ ચોંકાવનારી માહિતી સામે આવી છે.

ચોર લોકેશ 24 સપ્ટેમ્બર રવિવારના દિવસે જ્વોલરીની દુકાનમાં ઘુસ્યો હતો. બીજા દિવસે એટલે કે 25મી સપ્ટેમ્બરે મોડી સાંજે સોનું, ચાંદી અને હીરા લઈને દુકાનેથી નીકળ્યો હતો અને રાત્રે 9 વાગ્યે દિલ્હીથી મધ્યપ્રદેશ જવા માટે બસ પકડી હતી. લોકેશે શોરૂમની અંદર 18 કલાક વિતાવ્યા હતા. આટલા ઓછા સમયમાં તેમણે 25 કરોડ રૂપિયાના સામાન પર હાથફેરો કરી લીધો.લોકેશે 25 કરોડની ચોરી માટે 100 રુપિયાની હથોડી અને 1300 રુપિયાનું પેચકસ ખરીદ્યું હતું અને તેના ઉપયોગથી દુકાનનું શટર અને લોકર તોડ્યા હતા.

error: