Satya Tv News

નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો સતત માર પડી રહ્યો છે. અદાણીએ આ એક મહિનામાં CNG ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો છે. અદાણી દ્વારા એક જ મહિનામાં ચોથીવાર CNG માં વધારો કરાયો છે. સીએનજીના ભાવ ફરી વધારાયા છે. સીએનજીના ભાવમાં સરેરાશ 12 દિવસે વધારો કરાયો છે. 15 પૈસાના વધારા સાથે અમદાવાદમાં સીએનજીનો ભાવ 76.59 રૂપિયા પર પહોંચ્યો છે. આમ, છેલ્લા 4 માસમાં 10 વખત અદાણી દ્વારા ભાવ વધારાયા છે.

અદાણી દ્વારા 1 ઓક્ટોબરના રોજ 15 પૈસાનો વધારો કરાયો છે. આ સાથે જ લેટેસ્ટ ભાવ 76.59 રૂપિયા થયો છે. અદાણીએ છેલ્લાં ચાર માસમાં જ દસ વખત ભાવ વધારો ઝીંક્યો છે. જુન મહિનાથી અદાણી દ્વારા સતત ગેસના ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. જેને કારણે ભાવ 76.59 રૂપિયા પર પહોંચી ગયો છે.

error: