Satya Tv News

લગભગ 6 વર્ષ બાદ ફુકરે 3 રીલિઝ થઈ છે અને તેને લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે અને એકસાથે રિલીઝ થયેલી અન્ય તમામ ફિલ્મોને ટક્કર આપી રહી છે. તમને જણાવી દઈએ કે, ફુકરે 3 ની સાથે કંગના રનૌતની ચંદ્રમુખી 3 અને વિવેક અગ્નિહોત્રીની ધ વેક્સીન વોર પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ચાલો જાણીએ કે આ ફિલ્મોએ રિલીઝના ચોથા દિવસે કેટલી કમાણી કરી છે.રિલીઝના પ્રથમ દિવસથી ફુકરે 3 અન્ય બે ફિલ્મો કરતાં આગળ છે. આવું જ કંઈક ચોથા દિવસે પણ જોવા મળ્યું હતું, પુલકિત સમ્રાટ, વરુણ શર્મા અને રિચા ચઢ્ઢા અભિનીત આ ફિલ્મે અંદાજે 15.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મને રવિવારનો પૂરો ફાયદો મળ્યો.

ચંદ્રમુખી 3 બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કરી રહી છે. જોકે પહેલા દિવસની સરખામણીએ રવિવારે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે. ફિલ્મે પહેલા દિવસે 8.25 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જ્યારે ચોથા દિવસે અંદાજિત બિઝનેસ માત્ર 6.25 કરોડ રૂપિયા હતો.

error: