Satya Tv News

YouTube player

નવયુગ વિદ્યાલય ખાતે મફત નેત્ર યજ્ઞ યોજાયો
267 મો મફત નેત્ર યજ્ઞ યોજાયો
મફત નેત્રયજ્ઞનો તા.ની જનતાએ લીધો લાભ 

જંબુસર તાલુકાની ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે નવયુગ વિદ્યાલય ખાતે 267 મો મફત નેત્રય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

જંબુસર નજીક વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર જેઓ સમાજસેવા માટે અગ્રેસર રહે છે. જંબુસર તાલુકાની ગરીબ અને આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે શંકરા આઈ હોસ્પિટલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી,અને આર્ટ ઓફ લિવિંગના સહયોગથી નવયુગ વિદ્યાલય ખાતે 267 મો મફત નેત્રય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કદર કેમ્પમાં આંખના નિષ્ણાત ડોક્ટરોએ સેવાઓ પૂરી પાડી હતી.કેમ્પમાં આવેલ દર્દીઓ જેને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત હોય તેમને મફત રહેવા,જમવા,આવવા, જવાની સુવિધા સાથે મફત નેત્રમણી મૂકી આપવામાં આવશે. મફત નેત્ર યજ્ઞનો મોટી સંખ્યામાં તાલુકાની જનતાએ લાભ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: