ઝાડેશ્વરમાં કોઠી ફળિયામાં મારમારીનો મામલો
વૃદ્ધના મૃત્યુ બાદ હત્યાનો ગુનો નોંધાયો
પોલીસે 5 આરોપીઓની કરી ધરપકડ
ભરૂચના ઝાડેશ્વર ગામે કોઠી ફળિયામાં રહેતા વૃદ્ધે દસ વર્ષની બાળકી સાથે દુસ્કર્મ આચર્યું હોવાની શંકા રાખી પાંચ લોકોને મારમારી વૃદ્ધને ગંભીર ઇજાઓને કારણે મોત નીપજતા ભરૂચ સી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઝાડેશ્વરના દુબઈ ટેકરી પાછળ શાહીવાળી સોસાયટીમાં રહેતા જીતુ ઓમપ્રકાશ નિશાદ તેમજ તેના પિતા ફ્રુટની લારી ચલાવે છે ,તેના પિતાને બજારમાંથી ફ્રુટ નહીં મળતા તે ઘરે ગયા હતા, જ્યારે જીતુ તેની લારી લઈને ઝાડેશ્વર ગામમાં વેચવા માટે ગયો હતો, બપોરે તે ઘરે પરત આવતા તેના પિતા ઘરે હાજર ન હતા,તે દરમિયાનમાં તેના પાડોશમાં રહેતા ગોરેલાલે તેને જણાવ્યું હતું કે, તારા પિતા કોટી ફળિયામાં ગંભીર રીતે લોહી લુણ હાલતમાં પડેલા છે, જેથી તે તુરંત ત્યાં પહોંચ્યો હતો. જ્યાં તેના પિતાને ગંભીર ઇજાઓ થઈ હોય તેને 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા, ત્યાં ઓમપ્રકાશની સાધનો સારવાર દરમિયાન મોત થતા પોલીસે હત્યાનું ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સરફરાજ મલેક સહિત અક્ષય રાકેશ દેસાઈ ચેતન સુરેશ વસાવા બકા સોમા વસાવા તેમજ રવિ બકા વસાવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી ધીધા છે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ