સાઠોદ ગામનો રસ્તો અત્યંત બિસ્માર
રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા
તંત્ર રોડ ક્યારે બનાવશે તેવી લોક માંગ ઉઠી
ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પાટણવાડીયા ફળિયામાં આશરે પોણો કિલોમીટર રસ્તો અત્યંત બિસ્માર માર્ગ હાલતમાં હોવાથી પ્રજાજનો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે
ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પાટણવાડીયા ફળિયામાં આશરે પોણો કિલોમીટરના રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી તેમજ છેલ્લા ઘણા વર્ષોથી નવીન રોડ બન્યો ના હોવાથી કાદવ કીચડ અને ગંદકીથી વાહન ચાલકોને અવરજવર કરવા માટે ઘણી તકલીફ પડે છે .વિસ્તારના રહીશો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે આ રોડ ક્યારે નવો બનશે અથવા તેને રિપેર કરવા લોક માંગ ઉઠી છે.ડભોઇ તાલુકાના સાઠોદ ગામે પાટણવાડીયા ફળિયામાં આશરે પોણો કિલોમીટર રસ્તો અત્યંત બિસ્માર માર્ગ હાલતમાં હોવાથી પ્રજાજનો અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે ,આશરે દસ વર્ષથી આ નવીન રસ્તો બનાવવામાં આવ્યો નથી વરસાદ પડતાં રોડ પરથી ડામર ગાયબ થઈ ગયો છે. જાણે ડામર વરસાદમાં પીગળી ગયો હોય એવાં દ્રશ્યો જોવા મળે છે. અને ગાડાચિલા જેવા રસ્તો થઈ ગંદકી કાદવ કિચડ વાલા રસ્તે વિદ્યાર્થીઓ શાળાએ જતા હોય અને હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સ પણ આવી શકતી ન હોય ત્યારે સરકાર એક બાજુ ગામડાના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે , પરંતુ એ ગ્રાન્ટનો ઉપયોગ યોગ્ય ન થતાં રોડની બદતર હાલતમાં છેલ્લા દસ વર્ષથી થઈ ગઈ છે. રોડ ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. નાના વાહનો વાલા અવરજવર કરતા સ્લીપ ખાઈ ગયા હોવાના અનેક બનાવો બનતા હોય, ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રોડ ક્યારે બનાવશે તેવી લોક લાગણીની માંગ ઉઠવા પામી છે.અને રોડ વહેલી તકે રીપેર થાય તેવી પણ લોક લાગણીની માંગ છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ