શૌર્યયાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી પહોંચી
રાજપારડી આવતા સભાનું આયોજન કરાયું
VHP,બજરંગદળ યાત્રાનું સ્વાગત કરાયું
લોકો દ્વારા યાત્રાનું પુષ્પોથી વધાવીને કર્યું સ્વાગત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રવેશેલ શૌર્ય યાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી આવી પહોંચી હતી, જ્યાં ચાર રસ્તા ખાતે ઉપસ્થિત લોકો દ્વારા યાત્રાનું પુષ્પોથી વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું
ગત તા.૨૩ મી સપ્ટેમ્બરના રોજ બારડોલીથી નીકળેલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આયોજિત શૌર્ય યાત્રા તાપી તેમજ નર્મદા જિલ્લામાં થઇને આજરોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રવેશેલ શૌર્ય યાત્રા અશાથી ઉમલ્લા થઇને રાજપારડી આવી પહોંચી હતી, જ્યાં ચાર રસ્તા ખાતે ઉપસ્થિત લોકો દ્વારા યાત્રાનું પુષ્પોથી વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચાર રસ્તા ખાતે આરતી જેવા ધાર્મિક કાર્યક્રમ યોજાતા ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો.ત્યારબાદ શૌર્ય યાત્રા નગરના મુખ્ય રસ્તાઓ પર ફરી હતી જ્યાં વિવિધ સ્થળોએ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શૌર યાત્રા રાજપારડી ચાર રસ્તા નજીક ડી.પી.શાહ વિધ્યામંદિર હાઇસ્કુલના પટાંગણમાં સભામાં ફેરવાઇ હતી, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છેકે હાલમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ૫૯ વર્ષ પુરા કરીને ૬૦ મા વર્ષમાં પ્રવેશ કરે છે તેની ઉજવણીની જાગૃતિ પણ થાય તે વિષયને પણ આ શૌર્ય યાત્રામાં સમાવિષ્ટ કરાયો છે.વધુમાં અયોધ્યા ખાતે નિર્માણ પામનાર રામ મંદિર અંગે લોક જાગૃતિ માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યો પ્રત્યે યુવાનો જાગૃત થાય તેમજ વ્યશનોથી દૂર થઇને દેશ અને સમાજના વિકાસ માટે કટિબધ્ધ બને તેમજ દેશમાં આંતકવાદ અને અલગતાવાદ ખતમ થાય તે માટે રાષ્ટ્ર વિરોધી તેમજ ધર્મ વિરોધી પ્રવૃત્તિ બંધ થાય તે માટે લોક જાગૃતિ માટે શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું વધુમાં જણાવાયું હતું. આજરોજ ઝઘડિયા તાલુકામાં પ્રવેશીને વિવિધ સ્થળોએ ફરીને રાજપારડી આવી પહોંચેલ શૌર્ય યાત્રાનું રાજપારડી નગરના ચાર રસ્તા ખાતે તાલુકાના સ્થાનિક અગ્રણીઓ અને નાગરીકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.
વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા