Satya Tv News

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે. સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય (બરાબર કામ ન કરતા હોય) તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે. કર્મચારીઓને નિવૃત્ત કરવાની સત્તા સરકાર પાસે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે સૂચના જાહેર કરવામાં આવતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

કર્મચારીઓની સેવાની સમીક્ષાના આધારે તેમને નિવૃત્ત કરવાનો નિર્ણય સરકાર પાસે રહેશે. એટલે કે કર્મચારીના કામની સમીક્ષાના આધારે સરકારને નિર્ણય લેવાની સત્તા સોંપવામાં આવી છે. સમીક્ષા કરતી વખતે કર્મચારીના કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે.સરકારી કર્મચારી ઓફિસ માટે બિનઅસરકારક જણાશે તેઓને પણ નિવૃત્તિ આપી દેવાશે. આવા કેસમાં એક વર્ષ સુધી વિચારણા કરવામાં આવશે, જે બાદ નિવૃત્તિ આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કર્મચારીની કામગીરી શંકાસ્પદ હશે તો તેમને પણ નિવૃત કરવામાં આવશે.

error: