Satya Tv News

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રોડ ખુલ્લો મુકતા જ રાજધાની અને વડોદરા વચ્ચેના માર્ગ મુસાફરીનો સમય ઘટીને 10 કલાક થઇ જશે. અત્યારસુધી આ બંને શહેર વચ્ચે માર્ગ મુસાફરીનું અંતર 1000 કિલોમીટરથી વધુ હતું. નવા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન બાદ આ અંતર 845 કિલોમીટર થઇ ગયું છે. અંદાજે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેને દિલ્હી-વડોદરા ખંડ હરિયાણા (79 કિલોમીટર) અને ચૂંટણીવાળા રાજ્ય મધ્યપ્રદેશ (244 કિલોમીટર) અને રાજસ્થાન (373 કિલોમીટર) થઇને પસાર થાય છે.

error: